મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીક બાઈક ચાલકે હડફેટે લેતા રંગપર બેલાના જેન્તીભાઈ કગથરાનું મોત


SHARE







મોરબી નજીક બાઈક ચાલકે હડફેટે લેતા રંગપર બેલાના જેન્તીભાઈ કગથરાનું મોત

 

મોરબીના રંગપર બેલા ગામે રહેતા જેન્તીભાઈ મગનભાઈ કગથરા (ઉંમર ૪૦) ના ગઈકાલે રાત્રે નવ વાગ્યા આસપાસ ચાલીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે બેદરકારીપૂર્વ બાઈક ચલાવી આવતા ચાલકે જેન્તીભાઈને હડફેટે લઈ રોડ ઉપર પછાડી દીધા હતા.તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.

તત્કાલ મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડાયા હતા.પણ તબિયત વધુ બગડતી જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા.જ્યાં ટૂંકી સારવારમાં તેમનું મોત નીપજ્યું હતું.રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.પરિવારે જણાવ્યું કે, જેન્તીભાઈ બે ભાઈ અને એક બહેનમાં નાના હતા.તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે.તેઓ કડીયાકામની મજૂરીનું કામ કરતા હતા.ગઈકાલે તેઓ કામ પરથી પરત ઘરે આવતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી શરૂ કરી છે.

 






Latest News