મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૫૦ પેટી દારૂના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE







મોરબીમાં ૧૫૦ પેટી દારૂના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબીમાં ઈંગ્લીશ દારૂની ૧૫૦ પેટી સાથે આરોપી પકડાયેલ હતો જે આરોપીના રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે.

આ કેસની વિગત એવી હતી કે, મોરબી સીટી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૫૦ પેટી સાથે આરોપી શકિતસિંહ દીલીપસિંહ ઝાલાને દારૂના ગુનાના કામે અટક કરેલ હતો અને તે આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરી હતી જેમાં આરોપીના વકીલ મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા)એ સુપ્રીમ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ કરી હતી જેને ઘ્યાને લઈ મોરબી જીલ્લાના સેશન્સ જજ કે.આર. પંડયા સાહેબ એ આરોપી શકિતસિંહ દીલીપસિંહ ઝાલાને રૂપિયા ૨૫,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુકત કરેલ છે. આ કેસમાં આરોપી તરફે વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા






Latest News