મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગ માલિકોને ફાયરની ટીમે ફટકારી નોટિસ


SHARE







મોરબીમાં ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગ માલિકોને ફાયરની ટીમે ફટકારી નોટિસ

મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં 2 હોસ્પિટલના સ્ટાફ અને 1 પેટ્રોલ પંપના કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ઉપરાંત મોરબીમાં ફાયર પ્રિવેન્શનની કામગીરીના ભાગરૂપે સમાજવાડીઓ, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ ફાયરની ટીમે કર્યું હતું. જેમાં ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગ માલિકોને નોટિસ આપવામાં આવી હતી અને પ્રિવેન્શનને લગતી જરૂરી તાલીમ આપવામાં આવી હતી. છેલ્લા દિવસોમાં ફાયર વિભાગને 2 રેસ્ક્યુ કોલ અને 7 અલગ-અલગ જગ્યાએ આગ લાગવાના કોલ મળ્યા હતા, જેમાં ફાયરની ટીમે ફાયર ફાઈટીંગ કરીને લોકોને જાન માલને બચાવી લીધેલ છે. અને મોરબીમાં કોઈપણ સ્થળે ઇમરજન્સી હોય તો તાત્કાલિક મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના સંપર્ક નંબર (02822) 230050, 101 અથવા 112 પર સંપર્ક કરવા માટે ચીફ ફાયર ઓફિસરએ જણાવ્યુ છે.






Latest News