મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ


SHARE







સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ

મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને સૌરાષ્ટ્રને રાજ્યનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

તેઓના જણાવ્યા પ્રમાણે ભારતની વિકાસ યાત્રામાં હવે સમય આવી ગયો છે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય આપવું દાખલા તરીકે મોરબીનો દાખલો લેવામાં આવે તો એક સિરામિક ઉદ્યોગ આશરે દસ હજાર કરોડનો ટેક્સ ભરે છે તેવું જાણવા મળે છે તેવી જ રીતે રાજકોટ, ભાવનગર, પોરબંદર, જામનગર, ધોરાજીઅને અન્ય નાના-મોટા શહેરમાં ઘણા બધા ઉદ્યોગો ચાલી રહ્યા છે અને ટેક્ષ ભરે છે પોતાના પગ પર ઉભા છે સૌરાષ્ટ્રના ઘણા બધા રાજકીય, ઉદ્યોગને લગતા, કારીગરને લગતા, વિદ્યાર્થીને લગતા તથા શિક્ષણને લગતા પ્રશ્નો છે.ગાંધીનગર જવાથી સમય અને શક્તિ તેમજ આર્થિક બોજ વધે છે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય હોય તો ગાંધીનગરનો ઘણો ભાર હળવો થઇ જાય ભૂતકાળમાં ઢેબરભાઈના વખતમાં અલગ સૌરાષ્ટ્ર રાજ્ય હતું નાનું રાજ્ય હોય તો વહીવટ અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ સકે જેથી સૌરાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવા માંગ કરી છે






Latest News