મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE







હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો

હળવદના રણમલપુર ગામે આવેલ વાડીએ જવા માટેના રસ્તામાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો જેથી મામલતદારે કરેલા હુકમનો અનાદર થતો હોવાની આધેડે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે.

હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા વાસુદેવભાઈ પોપટભાઈ પટેલ (56)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ લવજીભાઈ પટેલ અને વિપુલભાઈ લવજીભાઈ પટેલ રહે. બંને રણમલપુર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપીઓની વાડીમાંથી ફરિયાદીની વાડીમાં જવા માટેનો રસ્તો નીકળે છે અને તે રસ્તા ઉપર થી ફરિયાદીનો દીકરો પસાર થઈને તેઓની વાડીએ જતો હતો ત્યારે આરોપીઓએ રસ્તમાં અવરોધ ઊભો કર્યો હતો જેથી ફરિયાદીનો દીકરો તેની વાડી સુધી જઈ શકે તેમ ન હતું અને આરોપીઓ દ્વારા મામલતદાર કોર્ટ ના કેસ નંબર 22/ 2024 ના હુકમનો અનાદર કરવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા આધેડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઈકની ચોરી

ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે આંબલી વાળી શેરીમાં રહેતા પ્રવીણભાઈ ભુપતભાઈ ચૌહાણ (48)અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે માથક ગામે આવેલ જીઈબીના સબ સ્ટેશનના ગેટ પાસે ફરિયાદીના દીકરાએ તેનું બાઈક નંબર જીજે 13 ક્યુકયું 9762 પાર્ક કરીને મૂક્યું હતું જે 15,000 ના બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News