મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબી : સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ચમકયા


SHARE













મોરબી : સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ચમકયા

જીસીઇઆરટી-ગાંધીનગર દ્વારા આયોજિત જીલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન વર્ષ ૨૦૨૦-૨૧ માં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓની ત્રિ પરમાણીવ્ય નકશીકામ કૃતિની પસંદગી પામી હતી.જે શુક્લ હેતવ કિશોરભાઈ અને વારેવડીયા પાર્થ બુટાભાઈએ તેમના માર્ગદર્શક શિક્ષક મયુરભાઈ ઠોરીયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરીને પ્રથમ નંબર પ્રાપ્ત કરીને રાજ્ય કક્ષા માટે પસંદગી પામેલ છે જે સિદ્ધિ બદલ શાળા સંચાલક કિશોરભાઈ શુક્લે વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શક શિક્ષકને અભિનંદન પાઠવ્યા છે.

જીસીઈઆરટી આયોજિત વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ જિલ્લા કક્ષાના પ્રદર્શન માટે મોરબી જિલ્લાની ૧૦ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓ રાજ્યકક્ષા માટે પસંદ થવા પામી છે.જેમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓની ત્રિ પરમાણીવ્ય નકશીકામ કૃતિની પસંદગી થતા બાળકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં વાંકાનેરની લાલપરી પ્રાથમિક શાળાના બાળકોએ તૈયાર કરેલ થ્રી-ઈન વન મશીન, ચંદ્રપુર પ્રાથમિક શાળાના બાળકોએ તૈયાર કરેલ કચરો વીણવાનું મશીન, પલાશ પ્રાથમિક શાળાના બાળકોની કૃતિ ભૂકંપ સૂચક યંત્ર, બીલીયા પ્રાથમિક શાળાના બાળકોની વોટર ક્લિનીંગ બોટ કૃતિ તેમજ ખાખરેચી મિશ્ર શાળાની ગાણિતિક ઘર કૃતિ પ્રાથમિક શાળા કક્ષાએ પસંદ થતા વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિકક્ષોમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી.

 




Latest News