મોરબી : સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ચમકયા
વાંકાનેરના વઘાસીયામાં “તું કરિયાવરમાં કઈ લાવી નથી” કહીને પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસુ-દિયર સામે નોંધાયો ગુનો
SHARE
વાંકાનેરના વઘાસીયામાં “તું કરિયાવરમાં કઈ લાવી નથી” કહીને પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસુ-દિયર સામે નોંધાયો ગુનો
વાંકાનેર નજીક આવેલ વઘાસીયામાં રહેતી પરિણીતાએ થોડા દિવસો પહેલા એસિડ પી લીધું હતું જેથી કરીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જો કે, રસ્તામાં પરિણીતાનું મોત નિપજ્યુ હતુ જે બનાવમાં મૃતક પરિણીતાની માતાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ખાતે તેની દીકરીને મરવાર માટે મજબૂર કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે અને તેની દીકરીના સાસુ અને દિયર દ્વારા તેની દીકરીને “તું કરિયાવરમાં કઈ લાવી નથી” તેવું કહીને મારવા માટે મજબૂર કરવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે થોડા સમય પહેલા વાંકાનેરના વઘાસીયામાં રહેતા વાસુદેવસિંહ ઝાલાના પત્ની પ્રિયાબાએ પોતાના ઘરે એસિડ પી લીધું હતું જેથી કરીને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ હતા જો કે, રસ્તામાં પરિણીતાનું મોત નિપજ્યુ હતું ત્યારે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે એસિડ પીને આપઘાત કરનારા મહિલાનો લગ્નગાળો પાંચ વર્ષનો છે અને તેને સંતાનમાં ત્રણ બાળક છે આ બનાવમાં મૃતક પરિણીતાની માતાએ તેની દીકરીના સાસુ ઇન્દ્રાબા સબલસિંહ ઝાલા અને દિયર યોગીરાજસિંહ સબલસિંહ ઝાલા સામે તેની દીકરીને “તું કરિયાવરમાં કઈ લાવી નથી” તેવું કહીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”