મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં બાઈક લઈને જઇ રહેલા યુવાનને ગંભરી ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે

મૂળ એમપીના રહેવાસી મોહનભાઈ હન્નાભાઈ પરમાર (45) નામનો યુવાન બાઇક લઈને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ શ્યામ માઇક્રોન નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં મોહનભાઈ પરમારને શરીરે ગંભીર જાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે. વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાનનો દીકરો ખાખરાળા ગામ પાસે રહેતો હતો અને પીપળીયા ચાર રસ્તા પાસે કામ કરતો હતો ત્યા મોહનભાઈ પરમાર તેને મળવા માટે જતાં હતા ત્યારે ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નીપજયું છે.






Latest News