મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં


SHARE







મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં

મોરબીના તળાવીયા શનાળા ગામ પાસે આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને તેની સાથે કામ કરતા વ્યક્તિએ એર કમ્પ્રેસરથી પૂઠના ભાગેથી શરીરમાં હવા ભરી દીધી હતી જેથી યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના તળાવિયા સનાળા પાસે આવેલ રોલજેટ ગ્રેનાઇટો નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અભિષેક નામના યુવાનને તેની સાથે કામ કરતા વ્યક્તિએ એર કમ્પ્રેસરથી પૂઠના ભાગેથી શરીરમાં હવા ભરી દીધી હતી જેથી કરીને યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની વાત કરી હતી.

મારામારીમાં ઇજા
મોરબીમાં કુબેર ટોકીઝ પાસે રહેતા દિનેશભાઈ બાબુભાઈ દેવીપુજક (27) નામના યુવાનને ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જ્યોતિબેન દિનેશભાઈ રાઠોડ નામના મહિલાને ઘરે પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરી ને ઇજા પામેલ હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી હતી. #મોરબી #morbi






Latest News