મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો


SHARE







મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો

મોરબી શહેરમાં શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝિયોથેરાપી ક્લિનિકને 26 જૂને એક વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. પ્રથમ વર્ષ દરમિયાન ક્લિનિકે 3000 થી વધુ દર્દીઓને ફિઝિયોથેરાપી સારવાર આપીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

મોરબીનું આ પ્રથમ ટ્રસ્ટ આધારિત અને કોલેજ સંચાલિત ફિઝિયોથેરાપી ક્લિનિક છે, જ્યાં શહેરમાં સૌથી ઓછી અને પરવડે તેવી ફીમાં ગુણવત્તાસભર ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવે છે. ક્લિનિકમાં કમર અને ગરદનનો દુખાવો, સાંધાની સમસ્યાઓ, સ્ટ્રોક, ન્યુરોલોજીકલ તકલીફો, સ્પોર્ટ્સ ઇન્જરી તથા અન્ય વિવિધ સમસ્યાઓ માટે સારવાર આપવામાં આવે છે. ક્લિનિકની સ્થાપના અને વિકાસમાં શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રસાદ ગોરિયાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમના માર્ગદર્શન અને સહયોગથી આ સેવા પ્રવૃત્તિ સફળતાપૂર્વક આગળ વધી રહી છે.
આ સિદ્ધિ પાછળ ડૉ. ખ્યાતિ પરમાર, ડૉ. હિરલ જાદવાણી, ડૉ. ધ્વનિ નિમાવત, ડૉ. પ્રાપ્તિ ગજેરા, ડૉ. શિવાની જીવાણી, ડૉ. પ્રતિક દેસાઈ, ડૉ. નિધિ વર્મોરા, ડૉ. ભક્તિ અંબાસણા તથા ડૉ. દિક્ષિતા વોરા દ્વારા આપવામાં આવેલી સેવાઓ અને યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ક્લિનિક દ્વારા આગામી સમયમાં પણ મોરબીના નાગરિકોને સસ્તી, ગુણવત્તાસભર અને આધુનિક ફિઝિયોથેરાપી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.






Latest News