મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો


SHARE







મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો

જુના અમરાપર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડીના ભૂલકાંઓ, બાલવાટિકાના બાળકો તેમજ ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડીના બાળકોને રમત-ગમત અને સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુથી રમકડાની કીટ અર્પણ કરવામાં આવી હતી. તેમજ બાલવાટિકાના બાળકોને તેમની પ્રાથમિક શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવા માટે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.

ધો. ૧ માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને વિદ્યા પ્રવેશ પુસ્તક આપી શૈક્ષણિક જીવનની શુભ શરૂઆત કરાવવામાં આવી હતી. સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી વિદ્યાર્થીઓને સરગવાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષ ઉછેરનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ બાળકોને નિયમિત શાળાએ આવવા, અભ્યાસમાં રસ લેવા અને જીવનમાં પ્રગતિ કરવા પ્રેરણા આપી હતી. કન્યા કેળવણી અંતર્ગત દીકરીઓના શિક્ષણનું મહત્વ સમજાવી વાલીઓને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકમિત્રો, એસ.એમ.સી.ના સભ્યો, આંગણવાડી કાર્યકરો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફલા બનાવવા માટે શાળાના આચાર્ય અમરશીભાઈ વાઘેલા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News