વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો


SHARE







મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો

મોરબીની સામાજિક સંસ્થા યુવા શક્તિ ફાઉન્ડેશન તથા ભોલેનાથ જીવદયા ગ્રુપ-વાંકાનેરના સંયુક્ત ઉપક્રમે જડેશ્વર નજીકના વિડી વિસ્તારમાં જીવદયાને સમર્પિત અનોખા “કીડિયારું મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ૧૦૦૦ થી વધુ કીડિયારાં તૈયાર કરીને વિડી વિસ્તારમાં વિવિધ સ્થળોએ મૂકવામાં આવ્યા હતા.આ કીડિયારાં સૂકા નારિયેળના કાચલા અને માટીના વાસણોમાંથી તૈયાર કરવામાં આવ્યા હતા.જેથી કીડી જેવા નાના જીવજંતુઓ માટે કુદરતી રીતે આશ્રય અને ખોરાકની વ્યવસ્થા થઈ શકે. આ ઉપરાંત પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ સમગ્ર સેવાકાર્યમાં યુવાનો, મહિલાઓ અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકોને જીવદયા, પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિમાં વસતા દરેક જીવના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, જીવદયા માત્ર મોટા પ્રાણીઓ પૂરતી સીમિત નથી,પરંતુ કીડી જેવા નાના જીવજંતુઓથી લઈને પક્ષીઓ સુધી દરેક જીવ પ્રત્યે કરુણા અને સંવેદના રાખવી તે આપણી સંસ્કૃતિ અને જવાબદારી છે. આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં જીવદયા, પર્યાવરણ સંરક્ષણ અને સહઅસ્તિત્વની ભાવના વધુ મજબૂત બને છે.કાર્યક્રમના સફળ આયોજન માટે તમામ સેવાભાવી કાર્યકરો, મહિલાઓ, બાળકો તથા બંને સંસ્થાના સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ આગામી સમયમાં પણ જીવદયા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News