મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પર સહિત 83,000 થી વધુ ની કિંમતના મુદ્દામાલની ચોરી


SHARE







મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પર સહિત 83,000 થી વધુ ની કિંમતના મુદ્દામાલની ચોરી

મોરબીના ઘૂંટુ ગામ પાસે ગૌશાળા નજીક આવેલ મોબાઈલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પર સહિત કુલ મળીને 83,613 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં કંપનીના સુપરવાઇઝર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મોડપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને ઇન્ડસ મોબાઈલ ટાવર કંપનીના સુપરવાઇઝર તરીકે કામ કરતા રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા (32) એ અજાણ્યા શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના ઘુટુ ગામે ગૌશાળા પાસે ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવર પાસે આઈડી નંબર 1321093 જીટી 5287 વાળી જગ્યામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રાત્રીના સમયે પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ટાવર ઉપર ચડીને ટાવરમાં લગાવેલ એરટેલ કંપનીના અંજના કાર્ડ, કેબલ જમ્પર સહિત કુલ મળીને 83,613 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News