મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા


SHARE







મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા

મોરબીની રવાપર ચોકડી પાસેથી યુવાન ચાલીને જઈ રહ્યો હતો દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકે તેને હડફેટે લેતા બંને પગના પંજા તથા ઢીંચણના ભાગે ગંભીર ઇજા થઈ હોય યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં તેને બંને પગના પંજામાં ટાંકા આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરમાં રહેતા મુન્નાભાઈ ઈસ્માઈલભાઈ સલાટ (40) એ અજાણ્યા ટ્રક ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમ જણાવ્યું છે કે રવાપર ચોકડી પાસેથી તેઓ પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને ફરિયાદીને બંને પગના પંજામાં તથા ઢીંચણના ભાગે ગંભીર ઈજા થઈ હતી માટે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને બંને પગના પંજાના ભાગે ટાંકા આવ્યા હતા અને બંને પગના ઢીંચણમાં ફેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી યુવાને સારવાર લીધા બાદ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News