મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન


SHARE







મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર, મોરબી જિલ્લા ભાજપ દ્વારા મોરબી તાલુકો,  ટંકારા તાલુકો અને વાંકાનેર શહેર મંડળના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય "પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહા અભિયાન-૨૦૨૬" નું ભવ્ય આયોજન એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રશિક્ષણ વર્ગમાં વિવિધ વિષયો પર સાત સત્રો યોજાયા હતા, જેમાં નિષ્ણાત વક્તાઓએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતુ જેમાં વૈચારિક અધિષ્ઠાનવિષય પર સુભાષભાઇ પંડસુબીયાભાજપનો ઇતિહાસવિષય પર મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે, ‘આપણી કાર્યપદ્ધતિ તથા કાર્યકર્તા સંભાળવિષય પર પ્રશિક્ષણ વર્ગ સૌરાષ્ટ્ર ઝોન-૨ ના પ્રદેશ ઇન્ચાર્જ રાજીવભાઇ પંડ્યા, ‘કાર્ય વિસ્તારની આપણી દ્રષ્ટિવિષય પર જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના, ‘બૂથ પ્રબંધનની વ્યૂહરચના વિષય ઉપર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ડિજિટલ યુગને ધ્યાને રાખીને જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ જતીનભાઇ ફુલતરીયા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ માહિતી અને માર્ગદર્શન ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાએ આપ્યું હતું. આ કાર્યક્રમ સાથે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત મહામંત્રી અરવિંદભાઈ વાંસદડીયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું

આ શિબિરમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ચતુરભાઇ મકવાણા મોરબી, ટંકારા અને વાંકાનેર શહેર મંડળના પ્રમુખ-મહામંત્રીઓ, જિલ્લા ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ તેમજ ત્રણેય તાલુકા અને શહેરના અપેક્ષિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટે મોરબી તાલુકો ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોકભાઈ દેસાઇ, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મહેશભાઈ લીખીયા તથા વિવિધ તાલુકા પ્રમુખઓએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News