મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે સિરામિક યુનિટમાં ઊંચાઇએથી પટકાતાં મજૂર યુવાનનું મોત


SHARE













મોરબીના મકનસર પાસે સિરામિક યુનિટમાં ઊંચાઇએથી પટકાતાં મજૂર યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે આવેલા સિરામિક યુનિટમાં રહીને ત્યાં જ મજુરી કામ કરતો યુવાન તેના લેબર કવાટરમાં છત ઉપર સૂતો હતો ત્યાંથી કોઇ કારણોસર નિચે પડી જતાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.

મોરબી તાલુકા પોલીસ મથકના તપાસ અધિકારી હેડ કોન્સ્ટેબલ વી.આર.પરમારના જણાવ્યા પ્રમાણે વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે આવેલા વેરોના સિરામિકમાં રહીને ત્યાં જ મજુરી કામ કરતો ગોપીભાઈ ધડેઇ નામનો ૨૮ વર્ષીય પરપ્રાંતીય મજૂર યુવાન તેના લેબર કવાટરમાં સૂતો હતો અને ત્યારે નીચે ઉતરતા સમયે નીચે પટકાતા ગોપીભાઇનું મોત નીપજ્યું હતું.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો ચંદુભાઇ હમીરભાઈ સલાટ નામનો ૩૦ વર્ષનો યુવાન જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસેથી જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતાં તેને ૧૦૮ વડે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલે લઇ જવાયો હતો જોકે અહીં ટ્રોમા સેન્ટર ન હોવાના કારણે રાબેતા મુજબ પ્રાથમિક સારવાર આપીને ચંદુભાઈ સલાટને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો. જે અંગે હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ આગળની તપાસ શરૂ કરી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News