મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ફડસર ગામે ખરાબાની જગ્યામાંથી 1164 બોટલો દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE







મોરબીના ફડસર ગામે ખરાબાની જગ્યામાંથી 1164 બોટલો દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

મોરબીના ફડસર ગામે ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો છુપાવ્યું હોવાની અને તેને સગેવગે વગેરે કરવાના હોવાની મોરબી તાલુકા પોલીસની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી સાઇઝની 1164 બોટલો મળી હતી જેથી પોલીસે 5,41,260 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં એક શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ ની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ફડસર ગામની સીમમાં ભગવાનભાઈ ગોરાના ખેતરની સામેના ભાગમાં આવેલ ખરાબામાં કરણભાઈ ભરતભાઈ કુંભારવાડિયા રહે ફડસર વાળાએ દારૂનો જથ્થો છુપાવ્યો છે અને તેને સગેવગે કરવાની પેરવી કરવામાં આવી રહી છે તેવામાં સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી સાઇઝની 1164 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 5,41,260 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરણભાઈ ભરતભાઈ કુંભારવાડીયા રહે. ફડસર તાલુકો મોરબી વાળા સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ.ઘેટીયાની સૂચના મુજબ પીએસઆઇ સી.એસ.સોંદરવા અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી






Latest News