મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી ગીતાંજલી વિદ્યાલય ખાતે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન કેમ્પ યોજાયો


SHARE







મોરબી ગીતાંજલી વિદ્યાલય ખાતે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન કેમ્પ યોજાયો

મોરબીની ગીતાંજલી વિદ્યાલયના કેમ્પસમાં છોકરીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતા સર્વાઇકલ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે ગીતાંજલી વિદ્યાલય, મુસ્કાન વેલફેર સોસાયટી અને પાટીદાર વુમન્સ એમ્પાવરમેન્ટ દ્વારા સંયુક્ત પ્રયાસ કરવામાં આવ્યા હતા.

આ કેમ્પ અંતર્ગત ગીતાંજલી વિદ્યાલયની ૩૨, મુસ્કાન વેલફેર સોસાયટીની ૩૦ અને પાટીદાર વુમન્સ એમ્પાવરમેન્ટ દ્વારા ૧૦ જેટલી જરૂરિયાતમંદ કન્યાઓને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવી હતી.દીકરીઓમાં વધતા જતાં સ્વાસ્થ્ય જોખમો સામે જાગૃતિ ફેલાવવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીનીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વેક્સિન દીકરીઓના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે.આ ઉમદા કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાઓ અને કાર્યકરો તથા સહયોગી શિક્ષક સ્ટાફનો ગીતાંજલી વિદ્યાલયના સંચાલક રૂપલબેન પનારા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News