મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને ઇજા કરનારા સામે પોલીસ કાર્યવાહી


SHARE





















મોરબીમાં યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને ઇજા કરનારા સામે પોલીસ કાર્યવાહી

મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપરથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ડબલ સવારી બાઇક સામે એક શખ્સ આવી ગયો હતો અને તેને પોતાના હાથમાં પહેરેલા પંચ વડે યુવાનને માર મારીને ઈજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ બી ડિવિઝન માં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડીને તેની સામે કાર્યવાહી કરી હતી.

મોરબીના મહેન્દ્રપરા ઘાંચી શેરીમાં રહેતા રમેશભાઈ ભોજાભાઇ ટોયેટા (35)એ થોડા દિવસો પહેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુખદેવસિંહ મંગલસિંગ રાજપુત સામે ફરિયાદ કરી હતી કે, વીસીપરા મેઇન રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિર પાસેથી ફરિયાદી તથા સાહેદ બાઈક નંબર જીજે 36 એએચ 3316 ઉપર જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ બાઈકની સામે આવી ગયો હતો  અને કોઈપણ કારણ વગર ફરિયાદીને ચાલુ બાઇકે ડાબા કાન ઉપર હાથમાં પહેરેલ પંચ વડે માર મારીને ઇજા કરી હતી ત્યાર બાદ ગાળો આપી હતી જે ગુનામાં પોલીસે આરોપી સુખદેવસિંહ મંગલસિંગ રાજપુત રહે. વીસીપરા ગુલાબનગર મોરબી વાળા સામે અટકાયતી કાર્યવાહી કરી હતી

ઝેરી દવા પી લીધી

હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા કાંતાબેન બચુભાઈ પટેલ (70) નામના વૃદ્ધાએ કોઈ કારણોસર ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બીયરના 3 ટીન

મોરબીમાં ગોપાલ સોસાયટી પાસે રામકૃષ્ણનગર નજીકથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરના ત્રણ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 375 ની કિંમતના બિયરના જથ્થા સાથે આરોપી સિકંદર કરીમભાઈ જેડા (32) રહે. નોતીયાર પાન પાસે વીસીપરા મોરબી વાળાને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા
મોરબીમાં રામકૃષ્ણનગરમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં અનિતાબેન મહેશભાઈ ડુંગરા (26) નામની મહિલાને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે










Latest News