મોરબીમાં બે રેડમાં દારૂની 12 બોટલ સાથે બે શખ્સો ઝબ્બે વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા: વાંકાનેરમાં વરલીની 3 રેડમાં 3 શખ્સ પકડાયા, 3 ની શોધખોળ હળવદ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ઇજા: સારવાર દરમ્યાન બાળકનું મોત મોરબીમાં 3 સોસાયટીના રોડનું કામ ન કરવામાં આવતા મહિલાઓ સહિતના લોકોએ થાળી વેલણ વગાડીને રવાપર ચોકડી કર્યો ચક્કાજામ મોરબીના લાલપર પાસે કેનાલમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: અંબિકા રોડ ઉપર ઘરે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં જુદી જુદી બે જગ્યાએ જુગારની રેડ: પાંચ શખ્સો ઝડપાયા


SHARE







મોરબી શહેરમાં જુદી જુદી બે જગ્યાએ જુગારની રેડ: પાંચ શખ્સો ઝડપાયા

મોરબીના વીસીપરા વિસ્તારમાં તથા મહેન્દ્રનગર ગામે સ્મશાન પાસે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે જુગાર રમી રહેલા શખ્સોને પકડીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં નોતીયાર પાન પાછળ જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસ ત્યા જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભરતભાઈ ભવનભાઈ ગાગડીયા (35) રહે. એલઈ કોલેજના ગ્રાઉન્ડ પાસે મોરબી અને સિકંદરભાઈ કાદરભાઈ પારેડી (28) રહે. વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 5300 ની રોકડ કબજે કરી હતી જયારે મહેન્દ્રનગર ગામે સ્મશાન પાસે જુગારની બીજી રેડ કરવામાં આવી હતી ત્યારે લાલાભાઇ શંકરભાઈ ઓગણીયા (36), કરણભાઈ મથુરભાઈ હળવદિયા (33) અને રજનીભાઈ ઉર્ફે તેજો અજીતભાઇ હળવદીયા (39) રહે. બધા જ મહેન્દ્રનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2700 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદાજુદા બે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News