મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં મની ટ્રાન્સફરનો ચાર્જ માંગનાર દુકાનદાર ઉપર છરી વડે હુમલો: માથા, ગળા, પાંસળી, કાંડા અને ખભામાં છરીના ઘા માર્યા


SHARE





















મોરબીમાં મની ટ્રાન્સફરનો ચાર્જ માંગનાર દુકાનદાર ઉપર છરી વડે હુમલો: માથા, ગળા, પાંસળી, કાંડા અને ખભામાં છરીના ઘા માર્યા

મોરબીના લીલાપરથી નવાગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ મોબાઇલની દુકાને યુવાનને બેઠો હતો ત્યારે તેની દુકાને મની ટ્રાન્સફર કરવા માટે થઈને એક શખ્સ ત્યાં આવ્યો હતો અને તેને 17000 રૂપિયા મની ટ્રાન્સફરથી ખાતામાં નખાવ્યા હતા અને તેની સામે રોકડા 17000 રૂપિયા આપ્યા હતા જો કે, મની ટ્રાન્સફર માટેનો 170 રૂપિયાનો ચાર્જ યુવાન દ્વારા માંગવામાં આવ્યો હતો જે બાબતે ઉશ્કેરાઈ જઈને સામે વાળાએ છરી વડે હુમલો કર્યો હતો અને યુવાનને ગળા, વાંસા, પાંસળી, કાંડા, માથા અને ખભાના ભાગે છરીના ઘા મારીને ઇજા કરી હતી જેથી યુવાનને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર સોસાયટી શેરી નં. 7 માં ભાડાના મકાનમાં રહેતા મુરારીકુમાર ભોગેન્દ્ર શર્મા (24) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશાલભાઈ બાબુભાઈ જોગડીયા રહે. લખધીરનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓની મોરબીના લીલાપર થી નવાગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાના સામે ગણેશ કોમ્પલેક્ષમાં ક્રિષ્ના મોબાઇલ એન્ડ ફેશન નામની દુકાન આવેલ છે અને તેઓની દુકાને આરોપી વિશાલ મની ટ્રાન્સફર કરાવવા માટે આવ્યો હતો ત્યારે ફરિયાદીને રોકડા 17000 રૂપિયા આપીને આરોપીએ 17000 રૂપિયા પોતાના ખાતામાં નખાવ્યા હતા અને આ કામ માટેનો 170 રૂપિયાનો ચાર્જ ફરિયાદીએ આરોપી પાસે માંગ્યો હતો ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ જઈને છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે ફરિયાદીને ગળાની પાછળના ભાગમાં, વાસા, પાંસળી, કાંડા, માથા તથા ખભાના ભાગે છરીના ઘા મારીને ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે










Latest News