મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રોહિશાળા ગામે રહેતા શખ્સે ઇનસ્ટાગ્રામમાં ભડકાવ કોમેન્ટ કરતાં ગુનો નોંધાયો


SHARE





















માળીયા (મી)ના રોહિશાળા ગામે રહેતા શખ્સે ઇનસ્ટાગ્રામમાં ભડકાવ કોમેન્ટ કરતાં ગુનો નોંધાયો

માળીયા મીયાણાના રોહીશાળા ગામે રહેતા શખ્સે કચ્છમાં રહેતા અખિલ કચ્છી સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ દ્વારા મૂકવામાં આવેલ મસ્જિદના ડિમોલેશનના વિડીયો ઉપર કોમેન્ટ કરેલી હતી જેમાં તેણે “રેલી કાઢો, બધું ચક્કાજામ કરો અને પથ્થર મારો” જેવી કોમેન્ટ કરેલી હોવાથી લોકોમાં દુશ્મનાવટ ઊભી થાય અને ભયનો માહોલ ઉભો થાય તે પ્રકારની કોમેન્ટો કરેલી હોવાથી હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોશયલ મીડિયામાં કોમેન્ટ કરનારની સામે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામે રહેતા ઇમરાન શાહમદારનું ઇનસ્ટાગ્રામમાં ઇમરાન “imranSha483” નામનું આઈડી આવેલું છે તેમાંથી ઈબ્રાહીમ હાલેપોત્રા (ઉપપ્રમુખ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક) વાળાએ પોતાના ઇનસ્ટાગ્રામ આઈડી “ibrahim_halepotra” વાળામાં પૂર્વ કચ્છ જિલ્લાના કંડલા ખાતે મસ્જિદનું દબાણ દૂર કરેલ છે જે સ્થળની મુલાકાતનો વિડીયો અપલોડ કર્યો હતો જેના ઉપર આરોપીએ “રેલી કાઢો, બધું ચક્કાજામ કરો, પથ્થર મારો કરો” વગેરે જેવી કોમેન્ટ સોશિયલ મીડિયાનાઇનસ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર કરી હતી અને જાહેર જનતામાં દુશ્મનવટ  ઊભી થાય તેમજ ભયનો  માહોલ ઊભો થાય તેવું કૃત્ય કર્યું હતું જેથી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હેડ કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે










Latest News