હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

અરરર: મોરબી તાલુકામાં એક નરાધમ દ્વારા ગાય માતા સાથે દુષ્કર્મનો પ્રયાસ, ગુનો નોંધાયો


SHARE







અરરર: મોરબી તાલુકામાં એક નરાધમ દ્વારા ગાય માતા સાથે દુષ્કર્મનો પ્રયાસ, ગુનો નોંધાયો

વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે આવો જ એક બનાવો મોરબી તાલુકા વિસ્તારમાંથી સામે આવ્યો છે જેમાં મોરબી  હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ નજીક હોટલ પાસે એક શખ્સ દ્વારા ગાયની સાથે અશ્લીલ હરકત કરીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નામ જો ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે પ્રભુ કૃપા ટાઉનશીપ શુભ વિલા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 204 ખાતે રહેતા સંદીપભાઈ રમેશભાઈ પારેજીયા (31)હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કૈલાશ દોલારામ ગામેતી રહે. નાંદેશમા તાલુકો ઘોઘુંદા જીલ્લો ઉદેપુર રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે બાપાસીતારામ હોટલ નજીક ખુલી જગ્યામાં તા.14/7 ના રોજ બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં આરોપી દ્વારા ગાય સાથે અશ્લીલ હરકત કરીને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે બનાવનો વિડીયો પણ સામે આવ્યો હતો અને ત્યારબાદ હાલમાં હિન્દુ સંગઠનના આગેવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બીએનએસની તથા ગુજરાત પશુ ક્રુરતા અધિનીયમ ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News