મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના સાપર નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાનનો આપઘાત: ટંકારાના સરાયા ગામે ઝેરી દવા પી ગયેલા આધેડનું સારવારમાં મોત


SHARE





















મોરબીના સાપર નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાનનો આપઘાત: ટંકારાના સરાયા ગામે ઝેરી દવા પી ગયેલા આધેડનું સારવારમાં મોત

મોરબીના સાપર ગાળા રોડ ઉપર આવેલ કારખાનાના ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જ્યારે ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા આધેડે ઘર કંકાસથી કંટાળીને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી તાલુકાના સાપર ગાળા રોડ ઉપર આવેલ લોર્ડ્સ માઈક્રોન સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સકીરભાઈ શકુરભાઈ અન્સારી (41)એ કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા શામજીભાઈ નારણભાઈ ઢેઢી (55)એ ગત તા. 11/7 ના 12:30 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે ઘર કંકાશના કારણે ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની તેઓના દીકરા અક્ષયભાઈ શામજીભાઈ ઢેઢી (32) રહે. સરાયા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.










Latest News