મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો


SHARE









વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી વાંકાનેર બાઉન્ડ્રી નજીક હોવાની ચોક્કસ હકીકત એલસીબીની ટીમને મળી હતી જેના આધારે ત્યાં વોચ રાખીને સ્થળ ઉપરથી એલસીબીની ટીમે આરોપીને ઝડપી લીધેલ હતો.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2025 માં દારૂનો ગુનો નોંધાયો હતો અને તે ગુનામાં આરોપી ભનુભાઈ ગોવાળિયા નાસતો ફરતો હોય તેને પકડવા માટેની તજવીજ ચાલી ગઈ હતી દરમ્યાન મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હકીકત મળી હતી તેના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચ રાખી હતી અને ત્યાંથી નાસતો ફરતો આરોપી મળી આવતા પોલીસે દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી ભાનુભાઈ ઉર્ફે બહાદુરભાઇ ગોવાળિયા રહે. ખટડી તાલુકો ચોટીલા વાળાને ઝડપી લીધો હતો અને તેને આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપીને સોંપી દેવામાં આવેલ છે આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી

ઝેરી દવા પી લેતા સારવારમાં
હરીપર કેરાળા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા કૌશિકભાઈ રમેશભાઈ તડવી (30) નામના યુવાને વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ઝેરી અસર થઈ હોવાથી તે બેભાન થઈ ગયો હતો ત્યાર બાદ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા  અને આ બનાવની પોલીસને જાણ કરી હતી

મારા મારીમાં ઇજા
મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા રાજેશ દિલીપભાઈ નિમાવત (17) નામના યુવાનને શિવધારા સોસાયટી પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસનેજાણ કરવામાં આવી હતી.




Latest News