મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામે કૂતરાએ બચકાં ભરી લેતા 4 વર્ષના બાળકનું મોત​​​​​​​ 


SHARE





મોરબીના ખરેડા ગામે કૂતરાએ બચકાં ભરી લેતા 4 વર્ષના બાળકનું મોત 

મોરબીના ખરેડા ગામે સિમમાં વાડીએ રમતા બાળકને હડકાયું કૂતરું બચકાં ભરી ગયું હતું જેથી તે બાળકને ગંભીર ઇજા થઈ હતી અને તે બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

મોરબીના ખરેડા ગામે સિમ વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતાં મૂળ છોટાઉદેપુરના પરિવારનો અવિનાશ અરવિંદભાઈ રાઠવા નામનો ચાર વર્ષનો બાળક ખરેડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રમતો હતો. ત્યારે ત્યાં હડકાયુ કૂતરું આવી ચડ્યું હતું અને તેને બચકાં ભરી લીધા હતા આ સમયે બાળકના પિતા પણ ત્યાં હાજર હતા જેથી તેને પોતાના દીકરાને કુતરાના મોઢામાંથી છોડાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. જો કે, કૂતરાએ બચકાં ભરી લીધા હતા જેથી અવિનાશને ગંભીર ઇજા થઈ હતી અને તે માસૂમ બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી નંદરામભાઇ મેસવાણિયાએ આગળની તપાસ હાથ ધરી હતી.

દાઝી જતાં સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી નજીક પાટીદાર પ્લાસ્ટરના લેબર કવાર્ટર ખાતે રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પરમાનંદભાઈ (32) અને મહેશ ધનસિંહ (22) નામના બે યુવાન રાત્રિના 12:00 વાગ્યાના અરસામાં કામ દરમિયાન દાજી ગયા હતા જેથી તેઓને અત્રેની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના રંગપર ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં જતું સ્કૂટર બોલેરો સાથે અથડાતા પૂજાબેન અને તૃપ્તિબેન નામની બે મહિલાઓને ઈજા થઈ હોય તેઓને અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને જેના પગલે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી આગળની રાબેતા મુજબ તપાસ કરવામાં આવી હતી.




Latest News