મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે વાડીએ પરિણીતાએ જીવન ટુકાવ્યું: મોરબીના કેરાળા ગામ નજીક કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત


SHARE







ટંકારાના નેકનામ ગામે વાડીએ ગળાફાંસો ખાઈને પરિણીતાએ કર્યો આપઘાત: મોરબીના કેરાળા ગામ નજીક કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત

ટંકારાના નેકનામ ગામે વાડીએ ઝાડ સાથે દુપટ્ટો બાંધીને પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જયારે મોરબીના કેરાળા ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું જે બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં કિશોરભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સુનિતાબેન માંજુભાઈ સંગોડ (24)એ વાડીએ આવેલ જાંબુડાના ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેન મૃતદેહને પીએમ માટે ટંકારાની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની સુક્રમભાઈ ભરતભાઈ પરમાર રહે. મુળ દાહોદ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો દોઢ વર્ષનો છે અને 20 દિવસ પહેલા તેઓ નેકનામ ગામે ભાગમાં જમીન રાખીને ત્યાં મજૂરી કામ કરવા માટે આવ્યા હતા દરમિયાન મહિલાએ આપઘાત કરી લેતા પોલીસે તેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે વાડી વિસ્તારમાં રહેતા રેખાબેન લખમણભાઇ (50) નામના આધેડ મહિલા કોઈપણ કારણોસર કેરાળા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ડૂબી ગયા હતા જેથી તે મહિલાનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતા મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News