હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

હળવદના કવાડીયા ગામે કામ ધંધો કરવા માટે પિતાએ ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત


SHARE







હળવદના કવાડીયા ગામે કામ ધંધો કરવા માટે પિતાએ ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત

હળવદના કવાડીયા ગામે રહેતો યુવાન કોઈ કામ ધંધો કરતો ન હતો જેથી તેના પિતાએ કામ ધંધો કરવા માટે થઈને ઠપકો આપ્યો હતો અને તે બાબતે યુવાનને મનોમન લાગી આવ્યું હતું જેથી કરીને યુવાને કવાડિયા ગામ નજીકથી પસાર થતી રેલવે લાઈન ઉપર ટ્રેનની આડે પડતું મૂક્યું હતું જેથી ગંભીર ઇજા થવાના લીધે તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદના કવાડીયા ગામે રહેતા અશ્વિનભાઈ ધીરુભાઈ ચારોલા (29રેલવે ટ્રેક ઉપર જઈને રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની આડે પડતું મૂક્યું હતું જેથી કરીને ગંભીર ઇજા થવાના લીધે તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના પિતા ધીરુભાઈ ચન્નાભાઈ ચારોલા (51) રહે. કવાડીયા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ન હતો જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવા માટે થઈને ઠપકો આપ્યો હતો અને તે બાબતે યુવાનને મનોમન લાગી આવતા તેણે રેલવે ટ્રેક ઉપર જઈને ટ્રેનની આડે પડતું મુકતા ગંભીર ઇજા થવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં
મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં રહેતા દિનેશ લક્ષ્મણભાઈ (૩૬) નામના યુવાને કોઈ કરણોસર માથામાં દુખાવો પડ્યો હતો.જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા.ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.મોરબી કંડલા બાયપાસ દલવાડી હોટલ નજીક રહેતા ધારૂભાઈ જીવાભાઈ ફકીર નામનો ૪૫ વર્ષનો યુવાન પંચાસર રોડ નજીક હરિભાઈની દુકાન પાસે હતો.ત્યાં વાહન અકસ્માત બનાવમાં ઇજા થયેલ હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.
મારામારીમાં ઇજા

મોરબીમાં ભડીયાદ કાંટા પાસે રહેતા અજયભાઈ ડાયાભાઈ રાઠોડ (૨૩) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જયારે વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામે જીલુભાઈ ડાંગરની વાડી પાસે સાપ કરડી જતા ભરતભાઈ રાણાભાઇ દેપાળિયા નામના ૩૫ વર્ષના યુવાનને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

ત્રાજપર મારામારી

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલા ભાવેશભાઈ રાયધનભાઈ વાટુકિયા (૩૧) રહે.બોટાદ ને ઈજા થઈ હોય તેને મોરબી બાદ વધુ સારવાર માટે બોટાદ લઈ જવાયો હતો.જેથી બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ. સિંધવ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી. જ્યારે મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર ગોપાલકાંટા પાસે આવેલ એન્જલ સિરામિક નજીક રહેતા પરિવારની કોમલ અનોખીલાલ ભાટિયા નામની આઠ વર્ષની બાળકીને ઘુંટુ રોડ ખાતે વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ વડે અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.અને પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે.તેમજ મોરબી સામાકાંઠે નજરબાગ પાસેના બોધ્ધનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ બાબુભાઈ ચૌહાણ નામના ૪૩ વર્ષના યુવાનને તેના ઘર પાસે કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસ સુત્રોએ જણાવે છે.






Latest News