મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ


SHARE





વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા રાતીદેવડી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા શિક્ષિકા બહેનને પતિ સહિતના સાસરીઓ ત્રાસ આપતા હોય તેઓએ કંટાળીને મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

હાલમાં પરવિનબેન અફઝલભાઇ તેરવાડીયા (મુસ્લિમ, ઉ.વ.૩૮ કામકાજ શિક્ષક સરકારી નવી રાતીદેવળી રહે. હાલ.વાંકાનેર ભાટીયા સોસાયટી ગુરૂક્રુપા પાસે વાંકાનેર મુળ રહે.પીયર પ્રમુખપાર્ક મોબાઇલ ટાવર પાસે વીરપુર જલારામ તા.જેતપુર જી.રાજકોટએ અફજલભાઇ આરીફભાઇ તેરવાડીયા (પતિ), આરીફભાઇ ઇસ્માઇલભાઇ તેરવાડીયા (સસરા), મેફુજાબેન આરીફભાઇ તેરવાડીયા (સાસુ), ઇરફાનભાઇ આરીફભાઇ તેરવાડીયા (દિયર), રોજમીનબેન ઇરફાનભાઇ તેરવાડીયા (દેરાણી), રહે.જેતપુર જુની શાક માર્કેટ પાછળ કેળા વાળી શેરી તા.જેતપુર જી.રાજકોટ અને સલીમભાઇ ગનીભાઇ કરગથરા (ફુઆજી સસરા) રહે. જેતપુર સ્ટેન્ડ ચોક ગર્લ્સ હાઇસ્કુલ પાછળ તા.જેતપુર જી.રાજકોટ સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યુ હતું કે તેણીને નાની-નાની બાબતોમા હેરાન પરેશાન કરી મારકુટ કરી દુ:ખ ત્રાસ આપી મેણાટોણા મારી એકબીજાને ખોટી ચડામણી કરી તેમના પતિને તેના આડાસંબંધમા સાથ આપવામાં આવતો અને પોતાને શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપવામાં આવતો હતો.ગુનો નોંધાતા પીઆઇ એચ.વી.ઘેલાએ તપાસ હાથ ધરી છે.

 




Latest News