મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં


SHARE







મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં, જેતપર, બેલા, રેલવે સ્ટેશન, પ્રકૃતિ સોસાયટીમાં મારામારીના બનાવ

 

મોરબી-રાજકોટ હાઈવે ઉપર આવેલ શનાળા ગામ નજીક નવી બનતી મેડીકલ કોલેજની સામે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં સ્કુટરને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલાઓને સારવાર માટે લઈ જવાઈ હતી. 

પોલીસના જણાવ્યા પ્રમાણે અકસ્માત બનાવમાં ચંદાબેન શિવશંકર મિત્રા (25), સ્વીટીબેન રાકેશભાઈ મિત્રા (16) અને દેવાંશી શિવશંકર મિત્રા ત્રણેય રહે. મેડીકલ કોલેજ પાછળ શનાળાને ઈજાઓ થતા અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે બેલા રોડ ઉપર આવેલ વેલોન કંપનીના લેબર કવાર્ટરમાં રહી મજુરી કામ કરતો અભય ભગવાનભાઈ ગુપ્તા (24)ને બેલા ગામ પાસે વાહન અકસ્માતમાં ઈજા થતા સારવારમાં સિવિલે લાવવામાં આવ્યો હતો.

જેતપર મારામારી
 મોરબીના જેતપર ગામે રહેતા ડાયારામ હરજીરામ હમીરપરા (35) નામના યુવાનને ગામમાં મારી સામે કેમ જોવે છે? કહીને માર મારવામાં આવતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. તેમજ બેલા ગામે ખોખરા હનુમાન રોડ ખાતે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા જીતેન્દ્ર મુન્નાભાઈ વસુનીયા (26) રહે. રાજકોટને સિવિલે સારવાર માટે લાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરાએ તપાસ કરી હતી.

કેરોસીન પીધુ
 મોરબીના આંદરણા ગામે આવેલા સેલોન્સ સિરામીક પાસે રહી મજુરી કામ કરતા પરીવારની આયુષીબેન સતિષભાઈ ગામત (19) નામની ભીલ યુવતીએ કોઈ કારણસર કેરોસીન પી લેતા સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી. જેથી તાલુકા પીએસઆઈ એચ.આર. જાડેજાએ તપાસ કરી હતી. જયારે સાદુળકા ગામે ગ્રામ પંચાયત ઓફીસ નજીક વિંછી કરડી જતા રાહુલ મુન્નાલાલ ડામોર (35)ને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા
 મોરબી રેલ્વે સ્ટેશને થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ રીટાબેન ભરતભાઈ પરમાર (24) રહે. સુભદ્રાનગર રાજકોટને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે હળવદ હાઈવે ઘુંટુ રોડે આવેલ ઉમા રેસીડેન્સીમાં રહેતો મયુર હસમુખભાઈ જાવિયા (24) નામનો યુવાન પ્રકૃતી સોસાયટી પાસેના ઉમીયાજી કારકેટ નજીક હતો ત્યાં અજાણ્યા માણસે પાઈપ વડે માર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો.

વાહન અકસ્માત
 માળીયા હાઈવે ઉપરના ટીંબડી ગામ વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ અમીતામન પ્રવિણકુમાર બર્મા (38) રહે. સરદારબાગ પાસેને સિવિલે સારવાર માટે લવાયો હતો. જયારે મહેન્દ્રનગર ગામે પ્રકૃતી સોસાયટીમાં રહેતા અજયગીરી નટવરગીરી ગૌસ્વામી (31)ને ઘુંટુ રોડે ગેરેજ પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.

જયારે ખોખરા હનુમાન રોડ બેલા ગામે બાઈક સવાર તુષાર મહેશભાઈ ઉભડીયા (18) રહે. દશામાતાના મંદિર પાસે નાની વાવડીને અજાણ્યા રીક્ષા ચાલકે હડફેટે લેતા તુષારભાઈને શિવમ હોસ્પિટલે ખસેડાયો હતો. શોભેશ્ર્વર રોડ ખાતે બાઈક સાથે બાઈક અથડાતા દક્ષ ભાવેશભાઈ વારનેસીયા (14) રહે. ઉમીયાનગર ત્રાજપર પાસેને ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો






Latest News