મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE































મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબીના યુવાનોને સિવિલ સર્વિસ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની પ્રેરણા અને યોગ્ય દિશા પૂરી પાડવાના આશયથી એલ.ઈ. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનો વિશેષ સેમિનાર યોજાયો હતો.આ કાર્યક્રમમાં કલેક્ટર સ્વપ્નિલ ખરે અને જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આ તકે માર્ગદર્શન આપતા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પોતાના અનુભવો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ પરીક્ષા નાની કે મોટી હોતી નથી; યોગ્ય શિડ્યુલ, પેપર પેટર્નની સમજ અને શ્રેષ્ઠ પુસ્તકોની પસંદગી જ સફળતાનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેમણે વિદ્યાર્થીઓને નિષ્ફળતાથી નાસીપાસ થયા વિના સતત પ્રયત્નશીલ રહેવા અને જરૂર જણાયે તેમનું માર્ગદર્શન મેળવવા અનુરોધ કર્યો હતો. જયારે જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરે સેલ્ફ સ્ટડી, દૈનિક ન્યૂઝ પેપર વાંચન અને અભ્યાસને પ્રથમ પ્રાથમિકતા આપવાની બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો. આ સેમિનારમાં હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા તેમજ ડેપ્યુટી કલેક્ટર અને મોરબી શહેર મામલતદાર તુષાર ગોરવાડીયાએ પણ પરીક્ષાલક્ષી સફળ વ્યુહરચના અંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમ જિલ્લા રોજગાર અધિકારી મનીષા સાવનિયા, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. આર.કે.મેવાડા સહિતના હાજર રહ્યા હતા.












Latest News