મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન


SHARE































મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેનભાઈ રબારીએ દિવાળીની રાત્રે શહેરની સ્વચ્છતા જાળવવાની ફરજ નિભાવતા સફાઈ કર્મયોગીઓની રૂબરૂ મુલાકાત લઈ તેમનું વિશેષ સન્માન કર્યું હતું. આ પ્રસંગે તેમને ભેટ-સોગાદ અર્પણ કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તેમજ તેમના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.

દિવાળીની રાત્રે જ્યારે સમગ્ર શહેર દીવડાઓના ઝગમગાટ, આતશબાજી અને પારિવારિક ઉજવણીમાં વ્યસ્ત હતું, ત્યારે સફાઈ કર્મયોગીઓ પોતાના પરિવાર સાથે તહેવારની ખુશીઓ માણવાને બદલે શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી નિભાવી રહ્યા હતા. નાગરિકોના આરોગ્ય, સ્વચ્છતા અને સુખાકારી માટે રાત-દિવસ પરિશ્રમ કરતા આ કર્મયોગીઓના યોગદાનને બિરદાવવા અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ડૉ. દેવેનભાઈ રબારીએ તેમની વચ્ચે જઈ ભેટ-સોગાદ અર્પણ કરી હતી.

આ પહેલમાં ભેટ-સોગાદ આપવા કરતાં પણ વિશેષ મહત્ત્વ સફાઈ કર્મયોગીઓના પરિશ્રમ, સ્વાભિમાન અને સામાજિક યોગદાનને સન્માન આપવાનું રહ્યું હતું. સમાજના રોજિંદા જીવનમાં સ્વચ્છતાનો અનુભવ કરાવતા હોવા છતાં ઘણી વખત નજરઅંદાજ થઈ જતા આ કર્મયોગીઓ પ્રત્યે આદર અને સન્માનની ભાવના વિકસે તેમજ દરેક નાગરિક તેમના શ્રમનું મૂલ્ય સમજે તેવો સંદેશ આ માધ્યમથી આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડૉ. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, દિવાળીમાં આપણે પોતાના ઘરના આંગણે દીવડા પ્રગટાવીએ છીએ, પરંતુ આપણા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે પોતાના પરસેવાનું સિંચન કરતા સફાઈ કર્મયોગીઓના જીવનમાં સન્માનનો એક દીવો પ્રગટાવવો એ પણ આપણી સામાજિક જવાબદારી છે.


ઉલ્લેખનીય છે કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ની ભાવના સાથે સમાજના વિવિધ વર્ગો માટે સેવાકીય અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સમાજના જરૂરિયાતમંદ વર્ગો સુધી મદદ પહોંચાડવાની સાથે સેવા આપનારા લોકોના યોગદાનને પણ સન્માન આપવાની વિચારધારા સાથે સફાઈ કર્મયોગીઓના સન્માનની આ પહેલ કરવામાં આવી હતી. દિવાળીની ઉજવણી વચ્ચે ફરજના મોરચે અડગ રહી શહેરને સ્વચ્છ રાખતા કર્મયોગીઓના ચહેરા પર ભેટ-સોગાદ મળતાં જોવા મળેલો આનંદ અને તેમના હૃદયપૂર્વકના આશીર્વાદ આ સેવાકીય પહેલની વિશેષતા બન્યા હતા.












Latest News