મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન


SHARE































મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન

મોરબી જીલ્લામાં આવેલ ડાયમંડનગર (આમરણ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ અને અખંડ વિષ્ણુ યજ્ઞના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. 10 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી કથા ચાલશે અને કથાકાર અવધકિશોરદાસજી રામાયણી કાસુન્દ્રા પરિવાર સહિતના તમામ શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે

મોરબીના ડાયમંડનગર (આમરણ) ખાતે આવેલ રામજી મંદિર ગ્રાઉન્ડમાં સમસ્ત કાસુન્દ્રા પરિવાર (ગુજરાત) દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ, અખંડ વિષ્ણુ યજ્ઞ અને નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને તા. 10 થી 16 નવેમ્બર સુધી આ ધાર્મિક મહોત્સવ ઉજવાશે. આ ભાગવત સપ્તાહમાં મોઢેરાના તપોવન આશ્રમના મહામંડલેશ્વર ધ્યાનયોગી અવધકિશોરદાસજી રામાયણી પોતાની આગવી શૈલીમાં સંગીત સાથે શ્રોતાઓને કથામૃતનું રસપાન કરાવશે. આ કથાનો સમય સવારે 9:00 થી 12:00 અને બપોરે 3:00 થી 6:00 કલાક સુધીનો રહેશે.  અને આ કથાની પોથી યાત્રા મોરબીમાં આવેલ ગોકુળ મથુરાથી લઈને ડાયમંડનગર સુધીની યોજાઇ હતી અને તેમાં 200 થી વધુ ગાડીનો કાફલા ડાયમંડનગર ખાતે પહોચ્યો ત્યારે ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને 121 દીકરીએ સામૈયા સાથે કથાકાર અવધકિશોરદાસજી રામાયણી અને પોથીનું સ્વાગત કર્યું હતું આ તકે કથાકાર અવધકિશોરદાસજી રામાયણીને હાથીની અંબાડી ઉપર બેસાડીને તેઓનું અદકેરું સન્માન કર્યું હતું.


ઉલેખનીય છે કે, તા. 9-11-2026 થી 16-11-2026 સુધી અખંડ વિષ્ણુ યજ્ઞ ચાલુ રહેવાનો છે જેનો કુલ મળીને 140 યજમાનો લાભ લેશે અને તા. 17-11-2026 ના રોજ નવચંડી યજ્ઞનું આયોજન નિજ મંદિરમાં કરાયું છે. દરરોજ રાત્રે 9:00 કલાકે રાજા ભરથરી નાટક, રાસ ગરબા, ભજન ડાયરો, કાન ગોપી અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને દરરોજ મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ કાર્યક્રમમાં મહંત દામજી ભગત, અમૃતાનંદજી સરસ્વતી, નારણદાસજી, ધર્મેન્દ્રનંદજી અને સાધ્વી મોહનદાસજી જેવા સંતો આશીવચન આપવા માટે આવશે અને કથાનું લાઈવ પ્રસારણ શિક્ષા ટીવી પર કરવામાં આવશે. જેથી કાસુન્દ્રા પરિવારના પ્રમુખ પ્રાણજીવનભાઈ નાગજીભાઈ તથા કમિટી મેમ્બર્સ દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતા અને સાધુ-સંતોને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને વધુ વિગત માટે મો. 9825214527, 9879075762 અને 9510010046 ઉપર સંપર્ક કરવા જણાવ્યૂ છે












Latest News