હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી
મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે
SHARE
મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે
મોરબી તાલુકાના સોલંકીનગર વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ થયું હતું અને જે બાબતે અપહરણનો પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.જેમાં ગણતરીના દિવસોમાં તાલુકા પોલીસ દ્વારા આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહીતી મુજબ મોરબી તાલુકાના સોલંકીનગરના રહેવાસી પરિવારની સગીરવયની દીકરીનું થોડા દિવસો પહેલા અપહરણ થયું હતું.જેથી પોકસો-અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને તેમાં ભોગ બનનાર પરિવાર દ્વારા ભરત પ્રતાપભાઇ લાલવાણી સામે ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી.જેથી તાલુકા પીઆઇ ઘેટિયાએ તેની સામે ગુનો નોંધ્યો હતો અને ગણતરીના દિવસોમાં આરોપી ભરત પ્રતાપભાઈ લાલવાણી કોળી (ઉમર ૩૨) રહે. સોલંકીનગર તા.જી. મોરબી ને પકડવામાં આવ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરીને હુકમ થતા હાલ જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સરદાર રોડ ઉપર સુધારા શેરીના ખૂણા પાસે પ્રફુલ ભજીયાની સામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં લલીતભાઈ મહાશંકરભાઈ (ઉમર ૭૩) રહે.પારેખ શેરી મોરબી નામના વૃદ્ધને ઈજા થઈ હોય તેઓને અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલા સનફોર્ડ વિટ્રીફાઈડ નામના યુનીટના લેબર કોટરમાં રહિને મજૂરી કામ કરતો રામરતન અંગદભાઈ રાઠોર નામનો ૨૬ વર્ષનો યુવાન થોડા દિવસો પહેલા લેબર કોટર ખાતે ભૂલથી એસિડનો કોગળો કરી ગયો હોય મોઢામાં બળતરા અને ઉબકા થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના શંકર આશ્રમ નજીક વીસીપરા વિસ્તારમાં રહેતા રશ્મિકભાઈ બચુભાઈ નામના ૬૦ વર્ષના વૃદ્ધને બીમારી સબબ અહિંની સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં લઈ જવાયા હોવાનું પોલીસમાંથી જાણવા મળેલ છે.
યુવાન સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ખાતે પ્લાયવુડના કારખાના પાસે રહેતા અને મજૂરી કામ કરતા કમલસિંગ શંકરભાઈ ઠાકુર નામનો ૪૫ વર્ષનો યુવાન પડી ગયો હતો જેથી ઇજા પામતા ૧૦૮ વડે અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબી નજીક એકટીવા લઈને જઈ રહેલા ઉષાબેન હેમંતભાઈ શુક્લા રહે.ગાંધીધામ કચ્છના એકટીવાને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા ઈજા પામેલા ઉષાબેન શુક્લાને અહીંની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા