વાંકાનેરમાં નેશનલ હાઈવે રોડ ઉપર બે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 3 વ્યક્તિ સારવારમાં
વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE
વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં મૂળ એમપીના રહેવાસી યુવાનને તેનું વતન યાદ આવતું હતું અને અહીંયા તેને ગમતું ન હતું જેથી યુવાનને પોતાના વતનમાં જવું હોય મનોમન તેને લાગી આવતાં યુવાને પોતે પોતાની જાતે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કાર્યવાહી કરી છે.
મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ રવિ સ્ટોર માઇક્રોન સિરામિક કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સચિનભાઈ રૂમાલભાઈ બારીયા (22) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરની અંદર હતો ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ત્યાં તેણે પોતે પોતાની જાતે રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળી કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગતા પ્રમાણે મૃતક યુવાનને પોતાનું વતન યાદ આવતું હતું અને અહીંયા તેને ગમતું ન હતું જેથી તેને પોતાના વતનમાં જવું હતું દરમિયાન તે યુવાનને મનોમન લાગી આવતા યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે. જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વરલી જુગાર
મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જયેશભાઈ ભુપતભાઈ વિરાણી (22) રહે. અમૃત નળિયાના કારખાનાના ક્વાર્ટરમાં વીસીપરા મોરબી વાળો વરલીના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 240 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જ્યારે મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ 555 કારખાના પાસે ખુલ્લી જગ્યામાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે દિનેશભાઈ રવજીભાઈ કગથરા (39) રહે. ભડીયાદ રોડ 555 કારખાનાની બાજુમાં મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 650 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબીના જુના રોડ ઉપર કારખાના નજીક વરલી જુગારી રેડ કરી હતી ત્યારે સંજયભાઈ ઉર્ફે ગૌમત અવચરભાઈ ઝંઝવાડીયા (30) રહે. વીસીપરા મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 150 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને આ ત્રણેય ગુનાના તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે