વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલી ઇકો ગાડીની ડુપ્લીકેટ ચાવીથી ચોરી, મોરબીમાંથી બાઈક ચોરાયુ
વાંકાનેરમાં નેશનલ હાઈવે રોડ ઉપર બે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 3 વ્યક્તિ સારવારમાં
SHARE
વાંકાનેરમાં નેશનલ હાઈવે રોડ ઉપર બે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 3 વ્યક્તિ સારવારમાં
વાંકાનેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર યુવાનનું ડબલ સવારી બાઈક બંધ પડી ગયું હતું જેથી અન્ય બાઇક ચાલકે પોતાનું બાઈક ઉભું રાખીને પોતાના બાઇકની પાછળ યુવાનનું બાઈક બાંધવા માટે થઈને રોડ સાઈડમાં બાઈક ઉભું રાખ્યું હતું ત્યારે ટ્રક ચાલકે બંને બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં કુલ મળીને ત્રણ વ્યક્તિઓને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાને ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેર તાલુકાના જુના રાજાવડલા ગામે રહેતા સંજયભાઈ બાબુભાઈ સોલંકી (33)એ હાલમાં ટ્રક નંબર જીજે 15 એવી 5108 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ હિમાલયા પ્લાઝા નજીકથી તેઓ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની સાથે માવજીભાઈ પણ બાઈક પર બેઠેલા હતા અને તેનું બાઈક નંબર જીજે 36 ઈ 3557 કોઈ કારણોસર બંધ પડી ગયું હતું જેથી બાઈક નંબર જીજે 36 ક્યૂ 7046 લઈને આવેલ સુખદેવભાઈ પાટડીયા ફરિયાદીના બાઈકને પોતાના બાઈકની પાછળ બાંધવા માટે થઈને રોડ સાઈડમાં પોતાનું બાઈક ઊભું રાખ્યું હતું દરમિયાન ટ્રક ચાલકે બંને બાઈકને પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદી સંજયભાઈને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે સાહેદ માવજીભાઈને માથાના ભાગે તથા જમણા પગની ઘૂંટીના ભાગે ગંભીર ઇજા થઈ હતી તેમજ સુખદેવભાઈ પાટડીયાને પણ માથાના ભાગે ઈજા થઈ હોવાથી ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.