મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત

હળવદના જુના અમરાપર ગામથી ચાડધ્રા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી યુવાન ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટર કોઈ કારણોસર પલટી મારી જતા યુવાન ટ્રેક્ટરની નીચેના ભાગમાં દબાઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના જુના અમરાપર ગામની સીમમાં વાસુદેવભાઈ પ્રેમજીભાઈ મકવાણાની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો અરવિંદભાઈ મસાણીયા (28) નામનો યુવાન ટ્રેક્ટર નંબર જીજે 13 એમ 2645 લઈને જુના અમરાપર ગામથી ચાડધ્રા ગામ તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યો હતો દરમિયાન ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને ટ્રેક્ટરથી નીચેના ભાગમાં યુવાન દબાઈ ગયો હતો જેથી તે યુવાનને ગંભીર ઇજા થઈ હતી માટે તે યુવાનને સારવારમાં ખસેડવામાં આવેલ હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં પોલીસે રવજીભાઈ જેઠાભાઈ કંઝારીયા (62) રહે. મયાપુર ગામ વાળાની ફરિયાદ લઈને મૃતક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News