મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત


SHARE







મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત

મોરબીમાં આવેલ આલાપાર્ક વિસ્તારમાં રહેતા આધેડને ભંગારના કારખાનામાં ભાગ રાખવાની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેની પાસેથી 1.13 કરોડ રૂપિયા મેળવવામાં આવ્યા હતા જોકે, આધેડને કારખાનામાં ભાગીદાર તરીકે લેવામાં આવ્યા ન હતા અને તેના પૈસા પણ તેને પાછા આપવામાં આવ્યા ન હતા આટલું નહીં પરંતુ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી હાલમાં આધેડે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મૂળ બીલીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ આલાપાર્ક શેરી નંબર 11માં રહેતા સંજયભાઈ અંબારામભાઈ સાણંદિયા (50)એ ગૌરવભાઈ જયંતીલાલ ડઢાણીયા રહે. આલાપાર્ક શેરી નંબર 3 મોરબી વાળા સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ ભંગારના કારખાનામાં ભાગ રાખવાની ફરિયાદીને લાલચ આપી હતી અને ત્યારબાદ અલગ અલગ સમયે તેની પાસેથી કુલ મળીને 1.13 કરોડ રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા અને ફરિયાદીને ધંધામાં ભાગીદાર તરીકે રાખવામાં આવેલ નથી અને તેના 1.13 કરોડ રૂપિયા પરત પણ આપવામાં આવ્યા નથી આટલું નહીં પરંતુ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી ફરિયાદીવિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News