મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ


SHARE







મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ

મોરબીના વાંકાનેર હાઈવે મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં યુવાનને ગાળો આપવામાં આવી હતી અને જાતિ પ્રત્યે હડધુત કરવામાં આવતા ભોગ બનેલ યુવાન દ્વારા હાલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છ લોકોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જેમાં ફરીયાદી પ્રેમજીભાઈ ઉર્ફે સંજયભાઈ અરજણભાઈ પરમાર (૩૯) રહે.પ્રેમજીનગર એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોરધનભાઈ કોળી, વિનુભાઈ અરજણભાઈ પરમાર, ભીખાભાઈ ગોરધનભાઈ કોળી, રવિભાઈ ગોરધનભાઈ કોળી અને ગાંડુભાઇ ગોરધનભાઈ કોળી રહે. બધા પ્રેમજીનગર સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે સામેવાળા પૈકીના ગોરધનભાઈ કોળી ફરીયાદીને ગાળો આપતા હોય ગાળો બોલવાની ના પાડી હતી.જેથી ફરિયાદીને જાતિ પ્રત્યે હડધુત કરી તમામ દ્વારા ગાળો આપવામાં આવી હતી અને ઝઘડો કરવામાં આવ્યો હતો. તેમજ ફરિયાદીના ઘરે ધોકા-પાઇપ જેવા હથિયારો લઈને આવી ગાળો આપીને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા પાઇપ પડે શરીરે માર મારવામાં આવ્યો હતો.હાલ પ્રેમજીભાઇની ફરિયાદ ઉપરથી એટ્રોસિટી એકટ સહિતની કલમો હેઠળ ઉપરોક્ત લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.જેની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડી ચલાવી રહ્યા છે.

જુગાર રમતા પકડાયા

મોરબી બી ડિવિઝન પોલીસે શહેરના વીસીપરામાં આવેલ રોહીદાસપરા મેઇન રોડ લાયન્સનગરના ખૂણા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા ચાર વ્યક્તિઓ ઉપર રેડ કરી હતી.ત્યારે સ્થળ ઉપરથી જાહેરમાં જુગાર રમી રહેલ બેચરભાઈ અમરાભાઇ ચાવડા (૬૫) રહે.લાયન્સનગર, તુલસીભાઈ ધનજીભાઈ સોલંકી (૩૩) રહે.વિજયનગર વીસીપરા, ભરતભાઇ ગિરીશભાઇ ચૌહાણ (૪૦) રહે.વિજયનગર મેઇન રોડ તથા દિલીપભાઈ રવજીભાઈ સોલંકી (૩૫) રહે. વિજયનગર વીસીપરા મોરબી ને સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ૪૨૫૦ સાથે પકડીને જુગાર અંગેનો ગુનો દાખલ કર્યો હતો.

તેમજ મોરબી બી ડિવિઝન પોલીસે વીસીપરા મેઈન રોડ ઉપર આવેલ જલજલા પાન નજીક રેડ કરી હતી અને ત્યાં જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હોય પોલીસે સ્થળ ઉપરથી કપિલ રમેશભાઈ નિશાદ (૨૪) ધંધો પાણીપુરી રહે.કુલીનગર વીસીપરા મોરબી મૂળ ઉત્તરપ્રદેશ, લખન સેવારામ નિશાદ (૩૦) ધંધો પાણીપુરી રહે.કુલીનગર વીસીપરા મોરબી મૂળ ઉત્તરપ્રદેશ, નરેન્દ્ર છોટેલાલ નિશાદ (૨૮) ધંધો પાણીપુરી રહે.કુલીનગર વીસીપરા મોરબી મૂળ ઉત્તરપ્રદેશ, શાનમહમ્મદ જૈનદિન મલિક (૨૮) રહે.કુલીનગર વીસીપરા મોરબી મૂળ ઉત્તરપ્રદેશ, પંકજ ગોરેલાલ કેવટ (૩૦) ધંધો પાણીપુરી રહે.વીસીપરા નેશનલ પોટરી સામે મોરબી મૂળ ઉત્તરપ્રદેશ, દીપ માતાપ્રસાદ પાલ (૨૭) ધંધો પાણીપુરી રહે.શનાળા ગામ મુરલીધર હોટલ પાછળ મૂળ રહે.ઉત્તરપ્રદેશ, સન્ની પવનકુમાર ચક્રવતી (૨૩) ધંધો કલરકામ રહે.આદર્શ સોસાયટી ઉમા ટાઉનશીપ પાસે સામાકાંઠે મોરબી-૨ મૂળ ઉત્તરપ્રદેશ અને મૈયનુદિન મોહમ્મદઉંમર મલિક (૨૨) ધંધો બેકરી હાલ રહે.જલજલા પાન પાસે વીસીપરા મોરબી મૂળ ઉત્તરપ્રદેશને સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ૧૧,૩૫૦ સાથે પકડ્યા હતા અને જુગાર ધારાની કલમો હેઢળ કાર્યવાહી કરવામાં આવી હતી.






Latest News