મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ


SHARE





મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ

મોરબીમાં પ્રાથમિક સુવિધાને લગતી કોઈપણ સમસ્યા હોય તો ચક્કાજામ કરવો ફરજિયાત થઈ ગયો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે આજે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા મહિલાઓ સહિતના લોકો દ્વારા નવલખી ફાટક પાસે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને તેઓના વિસ્તારની અંદર ખાનગી પ્લોટમાં વરસાદી પાણી ભરાયેલા રહે છે અને કચરો તથા ગંદકી હોય છે જેથી મચ્છરમાં ઉપદ્રવ થાય છે આ બાબતે અવારનવાર મહાપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને ના છૂટકે મહિલા સહિતના લોકો દ્વારા આજે ચક્કાજામ કરવામાં આવ્યો હતો 

મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ આજની તારીખે પણ મોરબીમાં લોકો પ્રાથમિક સુવિધાઓને જ ઝાંખી રહ્યા છે અને ખાસ કરીને ચોમાસામાં મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર જે સમસ્યાઓ વર્ષો જૂની છે તેને ઉકેલવા માટે આજ દિવસ સુધી કોઈ તસ્દી લેવામાં આવી નથી જેથી હવે લોકોનો રોષ ફાટી નીકળ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે અગાઉ મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નો માટે મહિલાઓ સહિતના લોકો દ્વારા જે રીતે ચક્કાજામ કરવામાં આવ્યા હતા તેવી જ રીતે નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં ખાનગી પ્લોટમાં વરસાદી પાણી ભરેલા રહે છે જેના કારણે મચ્છરનો ઉપદ્રવદ થાય છે તે ઉપરાંત ગંદકી પણ હોય છે આ બાબતે મહાપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેથી મહિલાઓ, બાળકો સહિતના લોકો દ્વારા નવલખી ફાટક પાસે રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને ખાનગી પ્લોટની અંદર જે વરસાદી પાણી ભરાયેલા રહે છે તેનો વહેલી તકે નિકાલ કરવામાં આવે અને તેઓના વિસ્તારમાં સારી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News