મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરી


SHARE









ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરી

ટંકારાના સરાયા ગામે રહેતા યુવાનના બંધ મકાનને અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને ઘરની અંદર રાખવામાં આવેલ કબાટમાંથી બે તોલાની સોનાની માળા તથા રોકડા રૂપિયા આમ કુલ મળીને 1.72 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ટંકારા તાલુકાના સરાયા ગામે મહાદેવ મંદિરની બાજુમાં રહેતા લલીતભાઈ મોતીભાઈ ઢેઢી (40)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ગત તા. 1/8 ના રાત્રિના 10:30 વાગ્યાથી લઈને બીજા દિવસે રાત્રીના 1:00 વાગ્યા સુધીના સેમીમાં ફરિયાદીના મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરની અંદર પ્રવેશ કરીને કબાટમાં રાખેલ સોનાની બે તોલાની માળા જેની કિંમત 1,57,000 તથા 15,000 રૂપિયા રોકડા આમ કુલ મળીને 1,72,000 ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાહેરનામાનો ભંગ

મોરબીના લાલપર ગામની સીમમાં વાંકાનેર હાઇવે રોડ ઉપર રિજંટા હોટલની પાછળના ભાગમાં આવેલ સેન્સર ચેમ્બરમાં પી.ડી. સ્પા એન્ડ વેલનેસમાં કામ કરતા કર્મચારીઓની વિગત ફોર્મ ભરીને પોલીસ સ્ટેશને આપવામાં આવ્યા ન હતા અને સીસીટીવી કેમેરા પણ જાહેરનામા મુજબના રાખેલ ન હતા જેથી હાલમાં સ્પાના સંચાલક કિરીટસિંહ સાહેબસિંહ ગોહિલ રહે. સનાળા મૂળ રહે વનાળી જિલ્લો બોટાદ વાળાને પકડીને તેની સામે જાહેરનામાનો ભંગનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.




Latest News