ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરી
અપમૃત્યુના 6 બનાવ: મોરબી, માળીયા અને ટંકારા તાલુકામા પાણીમાં ડૂબી જવાથી 2, ગળાફાંસો ખાવાથી 2 અને બીમારીથી 2 વ્યક્તિના મોત
SHARE
અપમૃત્યુના 6 બનાવ: મોરબી, માળીયા અને ટંકારા તાલુકામા પાણીમાં ડૂબી જવાથી 2, ગળાફાંસો ખાવાથી 2 અને બીમારીથી 2 વ્યક્તિના મોત
મોરબીના બેલા ગામ પાસે નદીમાં નાહવા જતાં પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું છે. જયારે રવાપર નદી ગામે કારખાનના કવાર્ટરમાં અને ટંકારાના વીરપર ગામે હોટલની રૂમમાં ગળાફાંસો ખાઈને એક-એક યુવાને આપઘાત કરેલ છે. તો જૂના ઘાટીલા ગામે પાણીના વોંકળામાં તણાઇ જવાથી યુવાનનું મોત નીપજયું હતું. અને મોરબીમાં જુદાજુદા બે બનાવમાં બીમારી સબબ આધેડ અને વૃદ્ધનું મોત નીપજયું છે.
મોરબીના બેલા ગામ પાસે આવેલ સ્કાય મેક્સ સીરામીક કારખાનામાં રહેતા નારૂ રમાય હેમ્બ્રમ (24) નામનો યુવાન કારખાના નજીક આવેલ પાવર સ્ટેશનની બાજુમાંથી પસાર થતી નદીમાં નાહવા માટે ગયો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાથી તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
મોરબીના રવાપર નદી ગામની સીમમાં આવેલો હોલીવુડ પ્લાય નામના કારખાનાના લેબર કવાર્ટરની અંદર રહેતા સિકોતરભાઈ લક્ષ્મીરામ ટુંડું (46) નામના યુવાને કોઈપણ કારણોસર લેબર કોલોનીમાં પોતાના ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા નવુભા દાનુભા રાઠોડ (64)ને બીમારીના લીધે તબિયત ખરાબ થવાથી ઘરેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.
મોરબીના કબીર ટેકરી વિસ્તારમાંથી જયેશભાઈ રસિકલાલ જાદવ (55) નામના આધેડને કોઈ કારણોસર મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં લેબોરેટરી પાસે ઓટલા ઉપર બેઠા હતા ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.
મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલમાં ટંકારાના વીરપર ગામ પાસે આવેલ દ્વારકાધીશ હોટલની ઉપરના રૂમમાં રહેતો દોલારામ નાથુલાલ ગમેતી (21) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની વેલજીભાઈ ડુંગરભાઇ ભુંભરીયા (47) રહે. વીરપર વાળાએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી.
માળીયા (મી)ના જૂના ઘાટીલા ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા ગેલાભાઈ નોઘાભાઈ હાડગરા (47) ગત તા. 1/8 ના રોજ ચાલુ વરસાદમાં ઢોર ચઢાવવા માટે ગામની સીમમાં ગયા હતા ત્યારે પાણીનો વોંકળો આવી જતા તે પાણીમાં તણાઈ ગયા હતા અને પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની અરજણભાઈ હાડગરા (50) રહે. જુના ઘાટીલા વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.