મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદ-માળિયા હાઇવે રોડ ઉપર ડબલ સવારી બાઇક આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત


SHARE







હળવદ-માળિયા હાઇવે રોડ ઉપર ડબલ સવારી બાઇક આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત

હળવદ માળિયા હાઇવે રોડ ઉપર ખાખરેચી ગામની સીમમાં આવેલ લેમીનો કારખાનાની સામેના ભાગમાંથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈકની આડે ગાય આવી હતી જેથી કરીને બાઈકના ચાલકે બાઇકને બ્રેક કરી હતી ત્યારે બાઇક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો જે બનાવમાં બાઈકની પાછળના ભાગે બેઠેલા યુવાનને માથા તથા હાથે-પગે ઇજાઓ થઈ હતી જયારે બાઈક ચલાવી રહેલા યુવાને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવ સંદર્ભે માળિયા પોલીસે ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલમાં હળવદ નજીક આવેલ વેલ્વીન લેમીનેટ કારખાનાની કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા ધનસીંગ વૃજલાલ આહિરવાર (22)એ બાઈક નંબર જીજે 36 એએચ 3158 ના ચાલક મૃતક જગતપ્રસાદસિંગ રમમીનસિંગ ગોડ રહે. હાલ વેલ્વીન લેમીનેટ કારખાનાની કોલોનીમાં હળવદ મૂળ રહે. એમપી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેને તાવ આવતો હતો જેથી ફરિયાદી આરોપીના બાઇકમાં માળીયા દવાખાને જતા હતા ત્યારે આરોપી બાઇક ચલાવી રહ્યો હતો અને હળવદ માળિયા હાઇવે રોડ ઉપર તેના બાઈકની આડે અચાનક ગાય આવતા બાઇકને બ્રેક કરી હતી જેથી બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો બનાવમાં ફરિયાદીને માથાના ભાગે ઇજા થતા પાંચ ટકા આવ્યા હતા તેમજ હાથે પગે ઈજાઓ થઈ હતી જ્યારે આરોપીને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

માર માર્યો

મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા મુકેશભાઈ મેઘજીભાઈ સોઢા (36) નંબર યુવાનને અજાણ્યા શખ્સે તેના ઘર પાસે લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી હતી

ઝેરી દવા પી લીધી

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા દિલીપ લક્ષ્મણભાઈ રાઠોડ (17) નામના યુવાને કોઈપણ કારણસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના એસપી રોડ ઉપર રહેતો નરેશ વિશ્વકર્મા (35) નામનો યુવાન બાઇક લઈને મોરબીના લીલાપર રોડ ઉપરથી ડેમ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી હતી.






Latest News