ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું


SHARE





વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું

વાંકાનેરના મહીકા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને તેની પત્નીને જમવાનું વહેલું બનાવવા માટે કહ્યું હતું તે બાબતે મહિલાને લાગી આવતા મહિલા ઝેરી દવા પી ગઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે મહિલાનું મોત  નીપજયું હતું માટે આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના મહીકા ગામે સિરાજભાઈ વાડીએ રહીને મજૂરી કામ કરતા રાજેશભાઈ દીપાભાઇ રજાકના પત્ની સીતાબેન રજાક (46)એ પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને સારવાર દરમિયાન રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાને તેના પતિએ જમવાનું વહેલું બનાવવા માટે કહ્યું હતું તે બાબતે મહિલાને મનોમન લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવી હતી અને સારવારમાં તેનું મોત નીપજયું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

ઝેરી દવા પી લીધી

માળીયા મીયાણા તાલુકાના રાસંગપર ગામે રહેતા વિજયભાઈ રમેશભાઈ ડાવર (25) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટકે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીના બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા
માળીયા મીયાણાના ઝાપા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં રસુલ કરીમભાઈ મોવર (40) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ માળિયાની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ ત્યાંથી વધુ સરવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News