ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો


SHARE





વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો

વાંકાનેરના રાતીદેવરી ગામે યુવાન કરિયાણાની દુકાને કરિયાણું લેવા માટે ગયો હતો જો કે, દુકાનદાર સાથે યુવાનના પરિવારને વ્યવહાર ન હોવાથી દુકાનદારે વસ્તુ લેવા માટે ગયેલા યુવાનને ગાળો આપી હતી ત્યાર બાદ દુકાનદાર સહિત 5 લોકોએ યુવાન અને સાહેદને ગાળો આપીને લાકડાના ધોકા અને પાઈપથી માર મારીને ઇજા કરી હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના રાતીદેવરી ગામે રહેતા ભરતભાઈ ઉર્ફે કાળુ પ્રેમજીભાઈ વોરા (24)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે રવજીભાઈ મેઘજીભાઈ વોરા, કાંતિભાઈ વોરા, દિલીપભાઈ રવજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા તથા સુરેશભાઈ જેઠાભાઇ વોરા રહે. બધા રાતીદેવરી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી આરોપી રવજીભાઈની કરિયાણાની દુકાને કરિયાણું લેવા માટે ગયો હતો ત્યારે આરોપીને ફરિયાદીના પરિવાર સાથે વ્યવહાર ન હોય જે વાતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીને કરિયાણું લેવા નહીં આવવાનું કહ્યું હતું અને ફરિયાદીને બેફામ ગાળો આપીને લાકડાના ધોકા વડે મૂઢમાર માર્યો હતો ત્યારે દુકાનદાર સહિતના અન્ય આરોપીઓએ વારા ફરતી ફરિયાદીને ગાળો આપીને લાકડાના ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો તેમજ ફરિયાદી અને સાહેને શરીરે ઇજાઓ કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જુગાર રમતા બે પકડાયા

માળીયા (મી)ના જાજાસર ગામના જાપા પાસે જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા જગદીશભાઈ દેસરભાઈ પાટડીયા (35) અને કિશનભાઇ ખેંગારભાઈ પાટડીયા (28) રહે. બંને જાજાસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બંને શખ્સોને પકડીને તેની પાસેથી 700 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી




Latest News