મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા


SHARE







હળવદના ચરાડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા

હળવદના ચરાડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં તથા માલણીયાદ ગામની સીમમાં વાડી પાસે જાહેર રસ્તા ઉપર જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 6 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 90,800 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચરાડવા ગામે વિજયભાઈ છગનભાઈ પટેલની ટ્રાવેલ્સની ઓફિસમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે ટ્રાવેલ્સની ઓફિસમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા વિજયભાઈ છગનભાઈ માકાસણા રહે. ચરાડવા, રફિકભાઈ હારુનભાઈ મોવર રહે. માળીયા મીયાણા તથા દિલીપભાઈ અરવિંદભાઈ સોનાગ્રા રહે. ચરાડવા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 61,000 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારનો ગુનો નોંધાયો હતો.

હળવદના માલણીયાદ ગામની સીમમાં બળદેવભાઈ પરમારની વાડીએ જવાના રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા બળદેવભાઈ ગણેશભાઈ પરમાર રહે. નવા માલણીયાદ, સુરેશભાઈ વિનોદભાઈ પરમાર રહે. નવા માલણીયાદ અને દયારામભાઈ બાબુભાઈ ધામેચા રહે. ગોપાલગઢ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 29,800 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો.




Latest News