મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ


SHARE







મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ, રોજગારીની ઉત્તમ તક,ધોરણ 5 પાસ ઉમેદવારો માટે 'LIVE' યોજના અંતર્ગત મફત તાલીમ સાથે સ્ટાઈપેન્ડની સુવિધા

ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), મોરબી ખાતે પ્રવેશ કાર્યક્રમ ૨૦૨૬-૨૭ ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશનના માધ્યમથી ક્લસ્ટર બેઝ્ડ લોકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન (LIVE) યોજના અંતર્ગત સિરામિક ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારિત શોર્ટ ટર્મ (ટૂંકાગાળાના) કોર્સ શરૂ ક૨વામાં આવનાર છે.આ ટૂંકાગાળાના કોર્સમાં તાલીમ મેળવી યુવાનો ટૂંકા સમયમાં રોજગારી કે સ્વરોજગારી મેળવી શકે તે માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ITI મોરબી ખાતે હાલમાં લેબ ટેકનીશ્યન ઓફ સીરામીક બોડી પ્રીપરેશન પ્રવેશ લાયકાત ધોરણ 5 પાસ, લેબ ટેકનીશ્યન ઓફ સીરામીક ગ્લેઝ પ્રીપરેશન પ્રવેશ લાયકાત ધોરણ 5 પાસ, ગ્લેઝીંગ ઓપરેટર (સિરામિક) પ્રવેશ લાયકાત ધોરણ 5 પાસ આ મુજબના કોર્સ ઉપલબ્ધ છે.આ કોર્સમાં હાજરીને ધ્યાને લઈ તાલીમાર્થીઓને નિયમ અનુસાર સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે.રજિસ્ટ્રેશન કરવા તથા વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય ૧૦ થી ૫ દરમિયાન ITI મોરબી (મહેન્દ્રનગર ચોકડી, હળવદ રોડ, મોરબી-૨) નો રૂબરૂ સંપર્ક ક૨વાનો રહેશે.રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રોની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર, બેન્ક પાસબૂકના પ્રથમ પાનાની નકલ આધારકાર્ડ, ચૂંટણીકાર્ડની નકલ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ સાથે રાખવા અને વધુ માહિતી માટે આર.આર.હડવદિયા મો.૯૭૨૬૫ ૯૯૯૧૦ નો સંપર્ક કરવા યાદીમાં જણવાયેલ છે.

 






Latest News