મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું મોરબીના જીંજુડા ગામે દર્શન કરવા જતાં જામનગરના બેડી વિસ્તારના રહેવાસી યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાંથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, 3.10 લાખનો મુદ્દામાલ કબજે: એકની શોધખોળ મોરબીના ભરતનગર ગામે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પ યોજાયો મોરબીમાં નિવૃતિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતા શિક્ષક શાંતિલાલ પાડલિયા મોરબીમાં આજે રાતે અધ્યયન મંડળ દ્વારા બૌદ્ધિક સત્રનું આયોજન વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ


SHARE







માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ

માળીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર સ્ટાફ નર્સ પાસેથી હક રજા, જીપીએફ, વીમા વગેરેના બીલ બનાવવા અને મંજૂર કરાવવા માટે થઈને હેડ ક્લાર્ક દ્વારા 15 હજારની લાંચ લેવામાં આવી હતી અને વધુ 5 હજારની માંગણી કરવામાં આવી હતી જેથી સ્ટાફ નર્સ દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ છટકુ ગોઠવવામાં આવ્યું હતું જેમાં હેડ ક્લાર્ક 5 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો જે કેસ મોરબીના બીજા એડિશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીશ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો અને રજૂ કરવામાં આવેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે

માળીયા મીયાણાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા હેમલતાબેન નારણભાઈ શેટ્ટીએ સ્વેચ્છિક નિવૃત્તિ લીધી હતી અને ત્યારબાદ હક રજા, જીપીએફ, વીમા વગેરેના બીલ બનાવવા અને મંજૂર કરાવવા માટે તેની પાસેથી માળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના હેડ ક્લાર્ક પ્રવિણભાઈ હાજાભાઈ વાજા દ્વારા 15 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી જે રકમ અલગ અલગ સમયે તેને આપી દેવામાં આવી હતી તેમ છતાં પણ કેટલાક દ્વારા વધુ 5 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જેથી સ્વેચ્છિક નિવૃત્તિ લેનાર સ્ટાફ નર્સ દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ માળિયા મીયાણામાં આવેલ બસ સ્ટેશન પાસે હેડ ક્લાર્કને 5 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે રાજકોટ એસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જે કેસ મોરબીના બીજા એડિશનલ સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મોરબી જિલ્લાના મદદનીશ સરકારી વકીલ એન.ડી. કારિઆ દ્વારા 8 મૌખિક તથા 42 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા જેને ધ્યાને રાખીને કોર્ટ દ્વારા આરોપીને 5 વર્ષની સખત કેદની સજા તથા 10 હજાર રૂપિયામાં દંડ ફટકારવામાં  આવ્યો છે અને જો દંડની રકમ ભરપાઈ કરવામાં ન આવે તો વધુ એક માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.




Latest News