મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા


SHARE







ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા

ટંકારાના ઉગમણા નાકા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ચાર શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા જ્યારે મોરબીમાં શાક માર્કેટની પાછળના ભાગમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હોય પોલીસે આરોપીઓને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારાના ઉગમણા નાકા પાસે કોળી વાસમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી આનંદ શીવાભાઈ દંતેશ્વરીયા (35), વિશુલ મહેશભાઈ વકાતર (24), પરસોત્તમ મનજીભાઈ દંતેશરિયા (45) અને જગદીશ બાબુભાઈ ઉઘરેજા (25) રહે. બધા ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1590 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મોરબીમાં શાક માર્કેટની પાછળના ભાગમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હતા ત્યાં પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ચિરાગ કાનજીભાઈ પરમાર (37) રહે વાકાનેર દરવાજા પાસે મોરબી અને કલ્પેશ વસંતભાઈ કાનાણી (53) રહે. સનાળા રોડ સત્યમ પાન વાળી શેરી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 550 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે




Latest News