મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ


SHARE





















મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ બિલાલી મસ્જિદ પાસે યુવાન ઊભો હતો ત્યારે ત્યાં આવેલા ત્રણ શખ્સોએ સામુ શુ કામ જુએ છે તેવું કહીને તેને માર માર્યો હતો ત્યારે એક શખ્સે ગાળો આપીને ઈંટ વડે માથામાં 3 ઘા માર્યા હતા જ્યારે બે શખ્સોએ યુવાનને પકડી રાખીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં સરકારી વાડી નજીક ઉજાલા ડેરી પાસે રહેતા નીજામભાઈ જુસબભાઈ માણેક (22)એ હાલમાં જયેશ અગેચાણીયા રહે. અમરેલી રોડ વીસીપરા મોરબી તથા અજાણ્યા બે માણસો આમ કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છેકે  વીસીપરમાં આવેલ બિલાલી મસ્જિદ પાસે તે ઉભો હતો ત્યારે ત્રણેય આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદીએ આરોપી જયેશ અગેચાણીયાની સામે જોતા આરોપીએ “સામુ શુ કામ જુએ છે” તેમ કહીને ગાળો આપીને ઈંટ વડે ફરિયાદીને માથાના ભાગે ત્રણ ઘા મારીને ઇજા કરી હતી જ્યારે અન્ય બે આરોપીઓએ ફરિયાદીને પકડી રાખીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્રણેય આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે










Latest News